_________
મહોતું
_________
રસોડા ના ખૂણા માં રિસાઈ ચડ્યું એક મહોતું
વાનગી રોજે વિવિધ બનતી મેલું કરીને મહોતું
સાફ સફાઈ કરીને 'ગંદુ' કહી ફેંકી દેવાતું કપડું
કેમ કરી સહન કરે વિવિધ અન્યાય નું ઝાપટું
સાથે રહેવા છતાં ગણના માં કેમ વિવિધ ભાતું
હક અધિકાર ની લડાઈ માં ઉતાર્યું એ લૂગડું
વિવિધ સવાલો ની હાર વચ્ચે નીકળ્યું એક સરવૈયું
નહીં કહેવાય એને 'મહોતું' કે નહીં 'ગંદુ લૂગડું'
એ તો બનશે હવે કિચન ઍપ્રોન નું સહિયારું
@કલમનાસથવારે @kalamnasathavare
#વિવિધ