કશાય અંતરાયની આડશ વિના મારે તને મળવું છે !
કેટલાય અલ્પવિરામ ઠેકીને મારે પૂર્ણવિરામ બનવુ છે !
અધૂરી રહેલી કઈક વાતોને ફકત મૌનથી જ કહેવી છે !
આસ્થા કેટલી છે તુજ પર તને મળી એ જ જતાવવુ છે !
ના આડંબર ના અહંકાર બસ પારદર્શીતા રાખવી છે !
બેસીને તારી પાસ મારે ભવનો ભાર ઠલવવો છે !
નાની મોટી ગમતી ન ગમતી વાતના તણખલા રાખ્યા છે !
આસ્થા કેટલી છે તુજ પર તને મળી એ જ જતાવવુ છે !
પ્રીતના તાણાવાણામાં મારે સુતર બની કંતાવવુ છે !
તારે રંગ બનીને પ્રિયતમ મારા આયખાને રંગવાનુ છે !
દૂર સૂદૂર રહે ભલે તું અંતર તુજ સમીપ જ રાખવુ છે !
આસ્થા કેટલી છે તુજ પર તને મળી એ જ જતાવવુ છે !
કહે છે અધૂરી લેણદેણ ફરી ફરી ને જનમ અપાવે છે !
તારી મારી પ્રીતની પ્યાલી આપણે અધૂરી જ રાખવી છે !
એક પ્યાસની ઝંખના કરતાં અધૂરે જ લીલા સંકેલવી છે !
આસ્થા એટલી છે પુનર્જન્મમા ફરી આપણે તો મળવુ છે !