આખો દિવસ તો વીતી જાયછે કામકાજમાં
આખો દિવસ તો વીતી જાયછે કામકાજમાં
સાલું આ રાતનું શુ કરવું જે વીતે 6 તારી યાદમાં
જન્મો જન્મ ના વાયદા ક્યાં કરેછે હવે આજમાં
ને પછી રખડે આમતેમ સમૂર્તિઓ માનસપટલમા
(આખો દિવસ )
હોય જો દિવસ તો મળી આવું એકાંત સારાંશમાં
ને પછી અર્ધી રાતે ક્યાં જાવુ નીરવ શમશાનમાં.(આખો દિવસ
તું ઊર્મિઓને વિહ્વળતાનું મારી રીતે કર અકલનમાં
તો સમજાય તને ધન્ય થાય પછી આ મારો આત્મા
(આખો દિવસ )
તું રમાડી તો શકે મને દિનરાત જુઠા પ્રેમના વહેમમાં
પણ મનેતો જીવવું ગમે તારા જ એ વ્હાલના ભ્રમમાં
(આખો દિવસ )
'ભાવુ ' સુઈ જા એ નય આવે ભૂલથી પણ તુંજ સ્વપ્નમાં
બસ ખાલીપો રહી જશે એક અજ્ઞાન એકાંતવાસમાં
(આખો દિવસ )
ભાવુ જાદવ ભાવના