#મુલાકાત
મુલાકાત તો એક બહાનું છે અહીં,
મળે ના મન એવી, મુલાકાત અહીં;
તત્પરતા દર્શાવતી, લાગણી અછત,
યંત્ર વત થતી રહે. , મુલાકાત અહીં;
ક્યારેક તો દગ દગો ,ખૂલ્લો પડશે જ,
સ્વાર્થ માં સબડતી છે મુલાકાત અહીં,
તન્મય બનીને જરા, ભીતર મળી જો,
રસભીની ફુહાર સદા, મુલાકાત અહીં;
આનંદ સદૈવ હયાત, હોય છે મિલનમાં,
મળી જો આત્મ ભાવે, મુલાકાત અહીં;