તમારી યાદો એ બાંધ્યાં છે તોરણ મારી પાંપણો પર,
વધાવવા તલસી રહી છે આંખો, આવો ને તમે અભિસારિકા.
શિરાઓ માં લોહી થયું છે ઉતાવળું તમને પોંખવા,
આવોને એનો ચાંદલો કરવા તમે, અભિસારિકા.
ઢોલ ધડુકે છે હૃદયમાં સતત તમારા નામનો,
આવોને એની ઉપર થાપ દેવા તમે,અભિસારિકા.
ચંદ્ર પણ પડી ગયો છે એકલો તમારા વગર,
ચાલોને ઉજવીએ આ શરદપુનમ સાથે,અભિસારિકા.
#ઉતાવળું