કે રાત ન આવે એવી કોઈ, ને પ્રાતઃ ન આવે એવી કોઈ,
કે સાથ જ છૂટે આપણો, એ ક્ષણ ન આવે એવી કોઈ.
ખોવાઈ જઈએ એકમેકમાં, ને હોશ રહે ના કોઈ,
કે યાદ કરીએ એકમેકને, એ યાદ ન આવે એવી કોઈ.
ને આપણની વાતોમાં ખુશી જ રહે હરહંમેશ,
ક્યારેય અબોલા જો હો, તે વાત ન આવે એવી કોઈ.
હો ખરાબ સમય કે સારો, તે સાથ વિતે સંગાથે,
કે હાથ ન હો હાથે ને? તે ક્ષણ ન આવે એવી કોઈ.
બરકરાર રહે આપણી એ પ્રેમ મહેક સદા માટે,
ફૂલો કરમાઈ ક્યારે પણ, માત ન આવે એવી કોઈ.
- અક્ષ