અનોખીપ્રિત - ૪
(રાજ પ્રિતમને બચાવવા પહોંચે છે.... હવે આગળ...)
પ્રિતમે રાજને પોતાની તરફ દોડીને આવતો જોયો, અને એની પાછડનું દ્રશ્ય જોતાં જ પ્રિતમ અવાક્ રહી ગયો.(જાણે ભોળાનાથે ૧+૧ જેવી સ્કિમ આપી હોય તો, રાજ અને અપ્સરા... અહાહાહા)
ફેન્સી બ્લેક ટ્રાઉઝર,વ્હાઇટ ટોપ,સ્પોર્ટી શૂઝ,
સુડોળ વક્ષ,ચિત્તચોર નેણનક્ષ,પાતળી કમર,વેધક ભ્રમર.. એક એક અદા પર એક એક શ્વાસ ન્યોછાવર... શબ્દકોશ ઉલેચાઇ જાય તોય વખાણવી રહી જાય એવી કુદરતની કારીગરી...અહાહા...આ અપ્સરા સોંસરવી ઊતરી ગઇ પ્રિતમના રોમેરોમમાં... એને કંઈ ભાન જ ન રહ્યું કે શું સંજોગો છે. પોતે ક્યાં ફસાયો છે... એને તો બસ બધું એક સરખું દેખાવા લાગ્યું... (અને લાગે પણ કેમ નહીં, અનોખી હતી જ ખરેખર સાવ અનોખી...
હવે પ્રિતમને તો અહિંયાથી બચીને અનોખીની આંખોમાં ડૂબી જવાનું હતું. તો એ ન્યાયે અહિંયા પણ ડૂબવાનું ને ત્યાં પણ ડૂબવાનું. અહિયાં એસિડ ટૈંકમાં અને ત્યાં આંખોના સમુંદરમાં...હા હા..)
રાજ અને અનોખી પ્રિતમ પાસે આવ્યા અને એને છોડાવ્યો. પોલીસે બધા ગુંડાઓને પકડી પાડ્યા અને કાનૂની કાર્યવાહી કરી. બીજી બધી ફોર્માલીટી પૂરી કરીને રાજ,અનોખી,પ્રિતમને છોડી દીધા...
પોલીસ સ્ટેશનની બહાર નીકળતા જ...
પ્રિતમ : (ધીમેથી )અરે રાજ, આ તૂફાન મેઇલ કોણ છે?
રાજ : (જોરથી)અરે યાર મનેય નથી ખબર.
એનું પપી અડફેટે આવ્યું ત્યારની પાછડ પડી છે. મેં તને બચાવ્યો હવે તારો વારો.. બચાવ ભાઇ મને આ બલાથી..
અનોખી : એય મિસ્ટર, આ તમારો ભાઇ છે?
પ્રિતમ : હા, કેમ?
અનોખી : તમને કંઇ ભાન-બાન છે કે નહીં?
પ્રિતમ : અરે પણ થયું છે શું?
અનોખી : આમ ઉફ્ફટ વ્યકિતના હાથમાં બાઇક અપાતી હશે કંઇ? એક તો રફ ચલાવે છે,લાઇસન્સ નથી. એ બધું તો ઠીક પણ કેવી રીતે વાત કરવાની એ સુદ્ધાં ભાન નથી.
પ્રિતમ : ના સાવ આવો નથી મારો ભાઇ.મને કહો શું થયું? હું જવાબદારી લઉં છું..
અનોખી: (છણકો કરીને)ભાઇનું ઉપર લેવાનું તો રહેવા જ દો મિસ્ટર, અને જવાબદારી તો દેખાઇ જ રહી છે.
એક તો ઉફ્ફટ ભાઇને બગાડ્યો છે અને શાંતીથી જમવાનું પાર્સલ લઇને હોસ્પિટલ આવવાનું કહ્યું તો પોતે જ પાર્સલ બનીને આવવાની તૈયારી કરી લીધી હતી.
પ્રિતમ : (ઊંચા સ્વરે)ઓ મેડમ, આપ જે હો તે... મને જે કહેવું હોય એ કહો પણ મારા ભાઇને કંઇ નહીં કહેવાનું, માન્યું કે એનાથી ભૂલ થઇ હશે પણ એનો અર્થ એ નથી કે એ બેજવાબદાર છે.
અનોખી : વર્તન પરથી તો એવું જ લાગે છે.
એક તો મારા ટોમીને અડફેટે લીધું અને પાછી ગાડી મૂકી મારી!!! એ તો હું ચોકડી પર આડી ફરી નહિતર આ તો એમનામ નાસી છૂટત.
પ્રિતમ : એ બદલ હું માફી માગું છું.
અનોખી : તારી માફી તારા પર્સમાં નાખ અને એજ પર્સમાંથી ૧૫૦૦ રુપીયા રોકડા કાઢ.
રાજ : (વચ્ચે પડીને) અરે દવા તો ફક્ત ૮૦૦/- ની જ થઇ ને?
અનોખી : (વિફરીને) મારે આજની રજા પાડી એના ૫૦૦/- અને અહિંયા થી મારા ઘરે જવાનું ટેક્ષીભાડું ૨૦૦/- એ કોણ આપશે? પૈસા કંઈ ઝાડ પર લાગે છે?
( પ્રિતમ : (મનમાં) સ્વાભિમાન અને સુંદરતાનો બેજોડ નમૂનો અહાહા.. અને નિર્ભિકતા તો... અદ્વિતીય... અને વાતો પરથી મિડલક્લાસ પરિવારની લાગે છે. પાઇ-પાઇનું મહત્વ સમજે છે.અને ગુસ્સામાં તો ઓર ગુલાબી લાગે છે. આ જો જીવનમાં આવી જાય તો જિંદગી ઓર હસીન બની જાય...)
રાજ : એ બધું અમે શા માટે આપીયે? ભાઇ આને ૮૦૦/- આપીને ચાલતી કરોને યાર... સવારની તાંડવ કરી રહી છે માથા પર, ફોન પણ લઇ લીધો છે.
અનોખી : એય મિસ્ટર, ૧૫૦૦/- આપશો તો જ મોબાઇલ મળશે. નહિતર પોલીસ સ્ટેશન સામે જ છે,હું કમ્પ્લેઇન કરી દઇશ.
પ્રિતમ : (મનમાં : આને પૈસા તો આપી દઉં પણ જો આ મોહમયી નગરીમાં ખોઇ બેસીસ તો પછી મળે કે ના મળે?પ્રિતમ્ કુછ કર)
(બનાવટી ગુસ્સામાં ) રાજ તું ચૂપ જ રહે હવે. કંઇ જ ના બોલજે વચમાં.
હા તો મિસ.?
અનોખી : (ગુસ્સામાં ) અનોખી.
પ્રિતમ : (મનમાં : ખરેખર સાવ અનોખી )
(હાથ લંબાવીને)પ્રિતમ.
અનોખી : (હાથ જોડીને) ફોર્માલીટી થઇ ગઇ હોય તો રુપીયા આપશો?
પ્રિતમ : જે કંઈ બન્યું એ બદલ હું ફરી એકવાર ક્ષમા માગું છું. અને આ લો આપના ૧૫૦૦/- રુપીયા.
અનોખી : (કટાક્ષમાં)મહેરબાની આપની. (રાજ તરફ વળીને ફોન પાછો આપતાં) આલે તારો ડબ્બો,આખો દિવસ બગાડ્યો.. હવે મળતો નઇ ક્યારેય... નહિતર જો જે..
પ્રિતમ : જો આપને તકલીફ ના હોય તો કંઇક પુછું?
અનોખી : (ઉડાઉ રીતે) બોલો..
પ્રિતમ : આપ કઇ તરફ જવાના છો? મતલબ કે ક્યાં રહો છો? રાત પણ થઇ છે તો તમને ડ્રોપ કરી દઉં?
અનોખી : આ મહેરબાનીનું કારણ?
પ્રિતમ : અરે આમાં મહેરબાની જેવું કંઇ નથી. આપે મારો જીવ બચાવ્યો છે. તો મારી પણ ફરજ બને છે કે આપને સહીસલામત ઘેર પહોંચાડું.
અનોખી : (વાત ટાળવા)હું અજાણ્યાઓનો ભરોસો નથી કરતી.અને આમેય મુંબઇના ટેક્ષીવાળા સેફ એન્ડ હેલ્પફુલ્લ જ છે. વળી મુંબઇ તો મારું ઘર છે તો આપ ચિંતા ના કરો એજ સારું.
પ્રિતમ : પણ...
અનોખી : ગુડબાય...!!!
અનોખી ચાલતી થઇ જાય છે.જાણે કોઇ સ્વર્ગની અપ્સરા સંધ્યાના તમસમાં વિલિન ના થતી હોય એમ..અદ્રશ્ય થઇ.
ધડામ!!! પોલીસ સ્ટેશનની બહાર જોરદાર અકસ્માત થયો. અને એક કારમી ચિસ સંભળાઇ,"પ્રિતતતતત............"