ચાર દિવસ ઉપર મે પોતે જાતે જુના કાપડમાંથી માસ્ક બનાવ્યો હતો...
તે અંગે આપણે જણાવવાનું કે બજારમાં મળતા માસ્ક જો તમારા સુધી ના આવી શકે અથવા તો મળવામાં મુશ્કેલી હોય તો હાલ આપણે સૈ લોકડાઉનની હાલતમાં ઘરે નવરા જ છીએ તો કેમ આપણે માસ્ક બનાવીને આ સમયનો સદઉપયોગ કરી ના શકીએ!
આપણા માટે, આપણા ઘરના લોકો માટે, અથવા ગરીબ લોકો માટે માસ્ક બનાવીને પુણ્ય કમાઇએ.
જુઓ ભારત દેશના કેન્દ્રિય શિક્ષણ મંત્રી સ્તુતિ ઇરાનીજી હાલ પોતાના ઘરે પોતાની નવરાશની પળોમાં આજ માસ્ક બનાવવાનું કામ કરી રહ્યાછે !
કામમાં શરમ ના હોય, ને શરમને કોઇ કાનો માતર ના હોય..તો વાર શાની!