# અનોખીપ્રિત - ૩
( પ્રિતમ પાસે રહેલા પાર્સલને લીધે તેની અટકાયત કરવામાં આવે છે,હવે આગળ...)
એક કદાવર ઇસમ પ્રિતમને બાજુની સીટ પર હડસેલીને ડ્રાઇવિંગ સીટ પર બેસે છે.
અને તેના બે સાગરિતો પાછળની સીટ પર ગોઠવાય છે.અને કાર દોડાવી મૂકે છે.
પ્રિતમ એમની સામે પ્રશ્નોની છડી વરસાવી દે છે.
ક્યાં લઇ જાવ છો મને?
કોણ છો તમે લોકો?
મારી કેમ અટકાયત કરી છે?
મારો ગુનો શું છે?
અરે યે બહોત પકા રહા હૈ યાર... સુલા ઇસકો..
એટલું બોલતાં જ પાછડથી ક્લોરોફોમ વાળું રુમાલ પ્રિતમના નાક પર આવ્યું,અને પ્રિતમ બેભાન થઇ ગયો...
(અંધારી ઓરડી છે,લાકડાની ખુરશી છે. અને ખુરશી પર એક યુવાન બંધાયેલો છે.
ખુરશીની બરાબર ઉપર એક ૧૦૦ વોલ્ટનો બલ્બ લબૂક-ઝબૂક થઇ રહ્યો છે...)
પ્રિતમ ધીમે ધીમે ભાનમાં આવ્યો. બંન્ને હાથ-પગ બંધાયેલા છે. મોઢા પર ટેપ લગાવેલી છે.છૂટવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ બધાં વ્યર્થ.
ત્યાં અંદર કોટડીમાંથી આવતો અવાજ સંભળાયો,
" ક્યા... રે... યે કિસકો ઉઠા કે લેકે આયા તુ?
એક કામ ભી ઠીક સે નહીં કરતે તુમ લોગ?"
બોસ આપને હી તો બોલા થા કી રેડ કાર મૈં બાવર્ચી રેસ્ટોરેન્ટ કા પાર્સલ લેકે જો મીલેગા ઉસકો ઉઠા લો.
અરરે, હવલે(મૂર્ખ) લોગ, લડકી ઔર લડકે મૈં ફર્ક નહી માલુમ પડતા ક્યા... રે...
અબ ક્યા કરે બોસ...?
અબ ઉસકો માર કે ઠીકાને લગા દો. નહીં તો સબ પ્લાન ચૌપટ હો જાએગા...
ઠીક હૈ બોસ...ઉસકો એસિડ ટૈંક મૈં ડાલ દેતે હૈ...
હા,જો ભી કરના હૈ વો જલ્દી કરો...
આ વાર્તાલાપ પુરો થતાં જ પ્રિતમને ચાર-પાંચ ગુંડાઓ પોતાની તરફ આવતા દેખાયા. જાણે યમરાજનો સાક્ષાત્કાર કરી રહ્યો હોય એવી અનુભૂતિ થઇ રહી હતી.
એમને જોતાં જ બોલી પડ્યો,"અરે આ તો પેલા પોલીસવાળા છે.."
હવે એને સમજાયું કે એ નકલી પોલીસ હતી,અને પોતે આ ડોબાઓની ભૂલને લીધે કિડનેપ થયો છે. અને આજે એનો અંતિમ દિવસ પણ છે...
પ્રિતમે બંધનમાંથી છોડાવવાના મરણતોલ પ્રયાસ કર્યા,પરંતુ નાકામ રહ્યો.છેવટે હારીને એણે છેલ્લી આશા એવા ભોળાનાથ ને મનોમન પ્રાર્થના કરી કે," હે મહાદેવ મને આમાંથી ઉગાર"... અને જાણે ખરેખર ચમત્કાર થયો હોય એમ પ્રિતમના હાથમાં રહેલા ગેજેટમાં સિગ્નલ લાઇટ બ્લીંક થવા લાગી.જે એક જાતનું જી. પી. એસ. ટ્રેકર હતું. મુંબઇની માર્કેટમાં એકબીજા છૂટા પડી જાય તો બંન્ને એકબીજાને સરળતાથી શોધી શકે,એટલા માટે રાજે પરાણે પ્રિતમને આ ગેજેટ કાંડા પર બંધાવ્યું હતું. જે આજે બખૂબી કામ આવ્યું.
ધડામ દઇને દરવાજો તૂટ્યો. અને એક સામટા ૮-૧૦ પોલીસ જવાનો અંદર આવી ચઢ્યા. અચાનક આવેલી પોલીસને જોઇને ગુંડાઓ જેમ તેમ પોતાના હથિયારો સાબદા કરી લડવા માંડ્યા,આમ રીતસરનું નાનું એવું ધિંગાણું શરુ થઇ ગયું.
હરામખોરો કોન હૈ? જીસને મેરે ભાઇ કી ઐસી હાલત કી... જાન સે માર દૂંગા...
અરે... આ તો રાજનો અવાજ છે.
અવાજની તરફ પ્રિતમે દ્રષ્ટિ કરી તો સામેથી રાજ દોડી આવતો હતો એની તરફ... અને એની સાથે...
અહાહાહા....
(ક્રમશઃ )