#સાંજ_સખી #prabhu
સાંજ વીતે જલસા સાથે
બેઠો છું એકલતા સાથે,
સૂર્ય રમે પડછાયા સાથે
વધ-ઘટ હોય ન કાયા સાથે,
મંઝીલ થી બસ મનનો નાતો
જીવન વીતે બસ રસ્તા સાથે,
બિલકુલ સાથે બિલકુલ નોખાં
ચાલ્યા રેલના પાટા સાથે,
કાવ્ય લખું તો ઊખડેલો છું
આમ જીવું તન્મયતા સાથે,
મયખાનામાં બેઠો છું તો
ખેલ કરું આ શબ્દો સાથે,
જગ આખાથી ફરીયાદો છે
શેર" કરું બધું જ મારી સખી સાંજ સાથે,