લોક ડાઉન ના
પહેલા સાત દિવસ માં
થોડું થોડું શીખ્યા!
આજે આઠમાં દિવસે
ગજબ થયો!
પુત્ર વહેલો ઉઠી ગયો,
બધા માટે ચા બનાવી
પછી બધાને " ગુડ મોર્નિંગ " કહ્યું!
ચા પીતા પીતા દીકરી એ
જાહેરાત કરી
" મમ્મી ને આજે રસોડા માંથી
રજા હું અને પપ્પા રસોઈ બનાવીશું "
બધા એ આ નિર્ણય તાળી પાડી
વધાવી લીધો!
મેં ધર્મપત્ની ને ટી વી સામે બેસાડી
અને અમે લાગ્યા કામે!
પહેલો પ્રયાસ થોડો અઘરો
લાગ્યો પણ પછી ચાર દિવસમાં
અમે બે અને અમારા બે
રસોડા કંપની માં
વર્કિંગ પાટનર બની ગયા!
શીખતા શીખતા અમે
હવે ૭૦% રસોડાનું કાર્ય
શીખી ગયા!
માનદ વેતન પણ ના લેતી
મલ્ટી ટાસક કરતી
ઘર ની ગૃહણી ને
ધન્યવાદ કહેવું પડે.
તમે કામ શીખ્યા?
કેટલા % શીખ્યા?