અનોખીપ્રિત
(આ વાત છે અનોખી અને પ્રિતમની નોખી કહાની ની... મને તો મસ્ત લાગી
આપને કદાચ ઔર મોજ પાડી દે...)
પ્રિતમ મરિનડ્રાઇવની ચોપાટી પર ઉછળતા દરીયાને જોઇ રહ્યો છે,અને મનોમન બબડી રહ્યો છે કે,"આ હવાઓનેય કંઇ કામકાજ નથી,નાહકની આવી અને શાંત સમુંદરને ઘુઘવી જાય છે. અને જ્યારે દરીયો ગાંડો બને છે તો વાંક દરિયાનો જ ગણાય છે. હવાને કોણ પૂછે છે?
બસ આવી જ રીતે શાંત બેઠેલા પ્રિતમના મોબાઇલની ઘંટડી વાગી, "રાજ કોલિંગ"...
અને પ્રિતમની તમામ શાંતીમાં અચાનક તુફાન સર્જાયું,અને એ તુફાનસર્જક હવા એટલે આપણી આ "અનોખી"...
પ્રિતમ : હેલ્લો...
અનોખી : તારા હેલ્લો ને હાથમાં લઇ ખીસ્સામાં નાખ,અને એજ ખીસ્સામાંથી ગાડીની ચાવી કાઢ અને સીધો લીલાવતી હોસ્પિટલ પહોંચ...
પ્રિતમ : પણ આપ કોણ... ટુંટ... ટુંટ... ટુંટ... ટુંટ...
ક્રમશઃ...