દીકરી તું એક કોમળ ફૂલ શી
ના રાખ દુનિયાની પરવા કશી
તું હૈયે મારા હેત ની હેલી શી
તારી સૂક્ષ્મ ચક્ષુ કોઈ હરણી શી
તારી બોલી મીઠડી મધ ગોળ શી
મને આવે આનંદ સુણી વાણી શી
ચહેરો જાણે સ્નેહ નીતરતી નાક-નકશી શી
મને મળેલી તું અણમોલ ખુદાની બક્ષિસ શી
આવરણ ના કોઈ બનાવટી તું ઉડતા પતંગ શી
હું બનું તારા પતંગ કેરી એક મજબુત દોરી શી
તુજ વિના ન એકપણ મને મળતી કોઈ ખુશી શી
હાલ આવને આજ મળીને રમીએ કરીયે મસ્તી શી
તુંજ જોઈ મુખડું રૂપાળું મળે દવા એજ અકસીર શી
ના મને જરૂરત કોઈની તું લાગે મુજ અદ્દલ "છવી" સી
"ભાવુ" કહે કે..હું ભલે "માસી" તારી એક પાગલશી
મારી " પરી " તું મને અતિ લાડકડી મારા મહાદેવ શી
ભાવના જાદવ (ભાવુ)☺️