આવી ઋતુઓ ની રાણી આવી,
સોળ શણગાર સજીને વસંત ઋતુ આવી,
ધરતી પર થાય ખુશીયાલી,
ઝુમી ઊઠે ડાળી ડાળી,
વૃક્ષો અને લત્તાઓ લચી પડે,
પહેરી રંગબેરંગી ફુલો ની સાડી,
ચારેકોર પાથરે મહેક ફુલો ની,
વાયરા જો વાય વસંતના,
ખાખરા ના વૃક્ષ માં આવે ફુલ કેસુડાના,
વૃક્ષો માથે લાલ ચાદર પથરાય,
સરોવર માં ખીલે ફુલ કમળાના,
ચોતરફ સુંદરતા છવાઈ,
ગૂંજી ઊઠે ભમરાનો ગુંજારવ,
કોયલ નો ટહુકો સંભળાય,
ચિત્રકાર ચિતરે ઋતુ વસંત ને,
પણ તેનું સંગીત કેમ ચિતરાય,
આવી ઋતુઓની રાણી આવી,
સોળ શણગાર સજી વસંત ઋતુ આવી.
#વસંત