એ દૂર જાતી પણ નથી ને પાસ રેતી પણ નથી,
કે જિંદગી મૌન જ રહે છે કાંઈ કેતી પણ નથી.
એને મેં ખાધી પણ નથી ને સાવ રાખી પણ નથી,
કે વાનગી મેં પ્રેમની છે સાંભળી, ચાખી પણ નથી.
યાદો તો જાતી પણ નથી ને વાત થાતી પણ નથી,
હું જ પ્રયત્ન કર્યા કરું એને ચિંતા હોતી પણ નથી.
ને એ નિકટ પણ તો નથી ને બહું દૂરી પણ નથી,
દિલમાં વસી તસવીર એની, ને એ જોતી પણ નથી.
રોશન દુનિયા પણ નથી ને અંધકારે પણ નથી,
દિપક તણી જ્યોતિ જલે છે ત્યાં એ હોતી પણ નથી.
- અક્ષ