કોઇનું દિલ, ન બાળો જોજો ,
ને કરેલો પ્રેમ , ન ટાળો જોજો .
પંખીડાંય શોધે છે ઘર પોતાનું ,
સૌનો એક , બને માળો જોજો .
ચહેરો ધોળો હોય ના ચાલશે ,
અરીસો થાય ન કાળો જોજો .
છે આકરી પરીક્ષા જીંદગીની ,
છેલ્લે ધોળકું ન ધોળો જોજો .
ઇશ્વરને શોધે સહુ , મંદિરે મંદિરે ,
જાય મળી એનો તાળો જોજો .
તારો ઉદ્ધાર કરવાનો છે તારે ,
નથી કરવા વાળો બીજો જોજો .
ભવ સાગર છે આ ખારો 'જશ' ,
મજબુત નથી એની પાળો જોજો .
જશુ પટેલ