#વસંત
મારી પાનખર જોને એક વસંત છે
તુને મળીને હૈયે એક પ્રેમ ઉમંગ છે
હોય પર્ણ લીલું કે સુકું શું ફરક પડે છે
અંતે તો નામ બંનેઉ નું એજ રહે છે
પડી ગયું પાનખર રૂપી પર્ણ પાણી માં પડતાં પાડતાં
જોઈ એનું તેજ લીલું પર્ણ પણ જલે છે
ના હોય વસંત જીવનમાં આખરે શુ ફરક પડેછે
મુજ હૈયે એજ આનંદ અવિરત વહેછે
મારી પાનખર પણ કેવી સુંદર મજાની
જેને જોઈને આ વસંત પણ રોજ જલેછે..
અશ્રુ કેરા બિંદુ મુજ મુખ પર ટપકે છે
ત્યારે જ રોનક ચહેરાની કંઈક ઓર વધે છે
સુ-કોમળ ચક્ષુઓના ઝાકળરૂપે વહે છે.
ભાવુ એજ તો અણસાર પ્રેમના મુજ હૃદયને મળેછે..
આ પાંખડ સ્વાર્થી દુનિયા ના પછી કયા નડેછે..
મને માયા મળે જ્યારે એક ભોળાની અપાર ચાહે છે. ભાવના જાદવ (ભાવુ)