ખર્ચાઈ હું ખુદ જતો'તો તમને જોવા કાજ,
તમારી પાસ સમય ક્યાં હતો મને જોવા કાજ?
જીવનભર હું તમારી યાદમાં લખ્યાં કરીશ યાદો,
તે માત્ર એક શબ્દો થકી તમારો સાથ મેળવવાં કાજ.
તમે પણ તો મને વાંચજો તમારી જો મરજી હો તો,
હું શબ્દોનો સહારો લઈશ તમને અનુભવવા કાજ.
તમારો સાથ મારી સંપતિ હતી જે હવે નથી રહી,
હવે તો કંઈ જ પાસે ના રહ્યું મારી હવે ખોવા કાજ.
હૃદય ધબકાર ને આ શ્વાસ ચાલું છે એટલું જ છે,
હવે તો કંઈ જ કારણ ના રહ્યું મારે જીવવા કાજ.
ને હર હાલે તમને સ્વીકારવા તૈયાર જ તો છું હું,
ભલે દિલ મારું તૂટે વારંવાર તમને ખુશ રાખવા કાજ.
ખરેખર તો હશે કેટલી હદે એ પ્રેમ તારો અક્ષ?
કે હજુ સુધી તું એ જ ખંભોં માંગે છે રોવા કાજ!