#લાગણી
(અખબારની મનોવ્યથા)
સવાર સવાર માં જોઈને અખબાર તડકે એક વિચાર આજ મનમાં ઝબકે છે..😇
જરૂર થી આજ ખબરો માં કોઈ અદ્રશ્ય લાગણી અકળે છે
એટલે જ તો આજ અખબાર કલાકોથી જોને તડકે રઝળે છે..
હશે આજની આ ખબરો માં પણ કોઈ નમી યાદની
એટલેજ તો આવતાંવેંત સીધુ જ
હાથમાં લેવાની જગ્યા એ બહાર એકલું જ ઓટલે તપે છે
એ વ્યથા પણ શું કહું અખબાર ની
જે એજ હાથના સ્પર્શને તરસે છે..
પણ કોરોના ના કેર માં આજ માણસની સ્વાર્થભરી લાગણીહીન વૃત્તિઓ ઝળકે છે..
છે મોત નો ડર એને પણ એટલે જ તો
સામાજિક દુરી નો નિયમ અમલી છે
એક વ્યથા "ભાવુ "અખબારની છલકે છે..
માણસ પણ પળ પળ રંગ બદલે છે..