ચાલ ને આજ કયાંક એકાંત માં મળીએ,
આ જિંદગી ની ફિકર ને બળબળતા બપોર માં બાળીએ.
કંઈક હું બોલું કંઈક તું સાંભળે,
ચાલ ને આજ કોઈ એક ગીત નવું મજાનું ગાઈએ.
બહુ મથી લીધું પૈસા કમાવા
ચાલ ને આજ મોકો મળ્યો છે તો એક બીજા નો પ્રેમ કમાઈએ.
ચાલ ને આજ કયાંક આમ જ એકાંત માં મળીએ.