હોય છે માણસાઈ કયાંક આપણામાં,
પણ એને આપણે છુપાતા જોયા છે.
નથી રહેવું - નથી જીવવું આ વમળમાં,
એવું કહેનારા ને આપણે આજે જીવન જીવતાં જોયા છે.
આ બીમારી ને મહામારી એતો કુદરતની કમાલ છે,
અંધાધૂંધી ચલાવતા માણસોને આજે પસ્તાવો કરતા જોયા છે.
કુદરતના રસ્તે ચાલીએ તો જીવનમાં મજા પડે,
પરંતુ આજ કુદરત ને પણ રૂઠતા આપણે જોયા છે.
દોડધામ કરતા ને સમયની કમી લાગતી આપણને,
આજે પરીવાર માં પણ મજા હોય છે એવુ સમજતા જોયા છે.
કુદરત ની આ શીખાળવા ની રીત ને કમાલ ને,
કરામત હોય છે એની અદા માં એને નરીઆખે નીહાળતા જોયા છે.
હશે જીંદગીતો કમાવી લઈશું,ચિંતા શેની કરવી?
ચાલ ને આપણે આમ ને આમ જીવતા જઈએ.
હોય શ્રદ્ધા ને માણસાઈ સૌના જીવનમાં,
એ વહી ગયેલ શ્રદ્ધા ને માણસાઈ ને પાછા આવતા જોયા છે.
હોય છે માણસાઈ ક્યાંક આપણામાં,
પણ આપણે એને છુપાતા જોયા છે.
અને અંતે પ્રાર્થના.....
રહે ન કોઈ બીમાર આ જગમાં આ મહામારી થી,
ચાલોને આપણે સૌવ પ્રયાસ કરીએ .
ભાયચારા ની ભાવના જગાડી સૌ હળીમળીને સાથે રહીએ,
જીંદગીનો સમય કેટલો છે સમજાતું નથી ભાવીક ....
તો મુકીને આ માયાજાળ ફરી ચાલો,
આપણે એ માનવતાની પાપા પગલી ભરીએ..
આપણે એ માનવતાની પાપા પગલી ભરીએ..