ઓય મારી રાણી.
સાંભળ!
સવાર સવાર માં ચાનો કપ તારી સાથે શેર કરવો છે.
તને એક દિવસ મારે શણગાર સજવો છે.
આમ તું અને હું બેસી રહીએ,
તારી આંખો માં હું અને મારી આંખો માં તું બસ એમ જ બેસી રહેવું છે.
તને બાહુપાશ માં લેવી છે અને દુનિયા ભુલાવી દેવી છે.
તું જ્યારે પણ રડે ત્યારે તને પ્રેમ થી ચુંબન કરી અને ભેટવું છે.
તને પ્રેમ કરવો છે સમુંદર બની ને,
તું બસ નદી બની મારા આલિંગન માં સમાઈ જા.#રાણી
ભાવેશ રાવલ