મુજનાં આ દિલનું ધબકાવુ હજું પણ ચાલું છે,
શ્વાસનું આવવું ને એનું જાવું હજું પણ ચાલું છે.
તુજમાં રહેવાનું, તુજને અનુભવવાનું ચાલું છે,
તુજની વાતોને યાદોને જીવવાનું હજું પણ ચાલું છે.
લાગણીઓને ને પ્રેમને તેં તરસાવ્યો છે મુજની,
તુજ વિશ્વાસે તોય રમવાનું હજું પણ ચાલું છે.
'મજબુરી' શબ્દનો બહું ઉપયોગ કર્યો છે તેં તો,
તુજ પ્રિતે મજબુર રહેવાનું હજું પણ ચાલું છે.
'તું નથી મારી' તું વાત એ વારંવાર કહે છે મને,
ખુદને તારો કહેવાનું હજું પણ ચાલું છે.
ને નથી સાથે તું મારી, તોય પણ સાચું કહું?
અક્ષ સાથ તારો માણવાનું હજું પણ ચાલું છે.