બસ આ થેંક્સ જ સંબંધને જાળવી રાખેછે
અને સોરી જ તૂટતા સંબંધને ટકાવી રાખેછે
બાકી લાગણીઓની ક્યાં ઔકાત છે કે
પ્રેમને હૂંફ એકબીજાના મનને પરોવી રાખે
તું સમજે નહિ મારા મૌન તણા આ વાર્તાલાપને
અને મારા શબ્દો પર કેવા કેવા આરોપ લગાવે
ના વિશાળકાય દરિયાનો સ્નેહ તારી સમજણમાં આવે
ને પછી સીમાઓ એક લકીરરૂપી તારા હિસાબે રાખે
એક મારી જ વાત ને હર હમેશ જોને અવગણે
ને લોકોને મોઢે જુઠ પણ કેવું ધ્યાનથી તું સાંભળે.
બસ આટલું જ કે'વું કવિતાઓ ના સાર રૂપે..
ખોલી મન-અંધકાર તોજ તું ભાવુને "સહર્ષ "પામે..
ભાવના જાદવ (ભાવુ)