માણી લે આ પળ જે સમયે આપ્યા છે.
જીવી લે આ સમય જે જિંદગી એ આપ્યો છે.
રોકાયો છે સમય જે નહીં રોકાતો કોઈદિવસ
ભરી લે યાદો જીવનભરની તું આ સમયમાં
કાલે પાછો એ દોડશે અને દોડાવસે ;
થાકી હારેલી જિંદગી ને અત્યારે એક વિરામ મળ્યો છે.
પૂર્ણવિરામ નથી અલ્પવિરામ છે બસ આ એ તું સમજી લે.
મનભરીને જીવી લે તું આ દરેક ક્ષણ ને
જિંદગી ને પણ જિંદગી જીવવાની મજા લેવી છે
કરી લે અરમાનો પુરા પોતાના ...પોતાની માટેના
જીવી લે બસ તું આ સમય😇
DR.DIVYA