સુરતના એક શોપીંગમોલમાં એક વાતે હાહાકાર મચી જવા પામ્યોછે...!
ડી માર્ટ નામના એક મોલમાં કામ કરતો એક છોકરો (સ્ટાફ) જે કોરોના વાઇરસનો ભોગ બન્યો છે તારીખ વીસ માર્ચથી પચ્ચીસ માર્ચ સુધી તે રાબેતા મુજબ કામ પર હતો ત્યાર બાદ તેની તબિયત ઘરે બગડવા લાગી તેથી તેના પરિવારે હોસ્પિટલમાં દાખલ કર્યો
પછી તેનો કોરોના વાયરસનો ટેસ્ટ લીધો તો તે પોઝેટીવ આવ્યો આથી સુરત મહાનગર પાલીકા આ જાણીને તેનું તંત્ર દોડતુ થયુંછે.
કારણકે જયારે ઉપર જણાવ્યા સમય પ્રમાણે તે ઓન ડ્યુટી ઉપર હતો માટે બની શકેછે કે તે સમયે તેના સંપર્કમાં ઘણા સ્ટાફ સાથે સાથે ગ્રાહકો પણ તેના સંપર્કમાં આવ્યા હોય! તેથી હવે પાલીકા, તે સમયે આવેલ દરેક ગ્રાહકોને પણ સીસીટીવીના કેમેરાના આધારે શોધી રહીછે કે જે લોકો એટલા સમયમાં મોલ ઉપર શોપીંગ માટે આવ્યા હતા...
આપણે જણાવી દઉ કે...
(કોરોના એક બીજાના હાથના ટચથી પણ થાયછે, તેમજ કોઇની છીંક ઉધરસના છાંટા આપણા મોં ઉપર ઉડયા હોય તો પણ થાયછે...)
માટે જ માસ્ક પહેરો ને બે હાથે નમસ્કાર કરો તેમાં જ આપણી ભલાઇ છે ને હા..હાથ તો વારંવાર સાબુથી તો ધોવાના એ તો અલગ.