જર્મની..👈
યુરોપનો એક અદ્ભુત સુંદર, રમણીય, વિકાસશીલ દેશછે.
આજે કોરોના વાઇરસ બધા દેશની જેમ ત્યાં જર્મની પણ પહોંચી ગયોછે...
ત્યા પણ સામાન્ય રીતે લોકડાઉન જ છે જેથી ત્યાના રોડ રસ્તાઓ ઉપર કોઇ વધું અવર જવર ના દેખાય પણ ત્યા ભારતની જેમ કોઇ એવી સેવાભાવી સંસ્થા નથી કે કોઇ ગરીબ વર્ગના લોકોને ઘેર ઘેર જમવાનું આપવા જાય!
ત્યા પણ આપણી જેમ એકબીજાના પ્રત્યે પ્રેમભાવ ને માનવતા હોયછે ને તે લોકો પણ લોકસેવામાં માનતા હોયછે પણ તે લોકો ફોટા પડાવવામાં નથી માનતા!
જયારે આપણા ભારતમાં તો કોઇ કંઇક કોઇને આપે એટલે તરત જ એક ફોટો પાડી દે..જુઓ લોકો મે આને કંઇક આપ્યુ કે દીધું!
પણ ત્યા એવુ નથી તે લોકો કોઇને પણ કંઇક આપે પણ કદી કોઇ દિવસ જાહેરમાં પબ્લીસીટી કયારેય કરતા નથી એ એમનો મોટો પ્લસ પોઈન્ટ છે.
આજ દરેક દેશ કોરોના વાઇરસથી ચિંતીત છે એટલે સ્વાભાવીક છે કે લોકડાઉન ને લીધે લોકો ઘરની બહાર ના નીકળે ને જે ઘરમાં પડયું હોય તે ખાય પણ જયારે ઘરનું પડેલ ખાવાનું ખલાસ થઈ જાય તો પછી બજારમાં લેવા નીકળવું પડે પણ જો તમારી પાસે પૈસા હશે તો કંઇક ખાવા માટેનું ખરીદશો ને જો પૈસા ના હોય તો શું કરશો! કદાચ રોડ ઉપર આવીને કે બેસીને ભીખ માંગવી પણ પડે પરંતું આવી અત્યારની લોકડાઉનની પરિસ્થિતિમાં તે પણ શકય તો નથી જ. આ વિચારથી ત્યાના જર્મન લોકો આવતા જતા રોડ ઉપર સાઇડમાં ફીટ કરેલ લોખંડની જાળીનો ઉપયોગ કરતા હોયછે તેમની પાસે ઘરમાં જે કંઇ ખાવા લાયક ચીજ હોય તો તે નાની પ્લાસ્ટિકની બેગમાં મૂકીને આવતા જતા આવી જાળી ઉપર ટીગાડી દેતા હોયછે.
આમ પછી જે કોઇ આ ચીજ માટે જરુરીમંદ હોય તે આ બેગ ઉપાડીને ઘરે લઈ જાય અથવા તો કોઇ ત્યા ને ત્યા જ ઉભા ઉભા ખાઇ લેતા હોયછે તે પછી ખાલી બેગ ડસ્ટબીનમાં નાખી દે...ખાસ કરીને આવી બેગમાં ફ્રુટ, સેન્ડવીચ, બર્ગર, બિસ્કીટ, બ્રેડ જેવી ચીજો હોયછે.
બસ, આમાં ના કોઇ મોટાઇ આવે કે ના કોઇ ફોટાની જરુર ઉભી થાય
આ બધુ જોનારો બસ એક જ છે પેલો ઉપર બેઠો છે તે જે બધુ જ સૈનુ જુએછે.
(ભાવાર્થ..કોઇને કંઇ પણ આપો પણ તેનુ કયારેય જાહેરમાં પ્રદર્શન કરવું ના જોઈએ,
કે મે કંઇક કોઇને આપ્યુ બસ ફકત પોતાના દિલમાં સંતોષ માનવો જોઈએ.)