લોક ડાઉન ના દિવસોમાં મેં મારા માં થોડો વિકાસ કર્યો, તમે કંઈ કર્યું?
આ કોરોના ના કહેર થકી હવે,
એકવીસ નું લોક ડાઉન થયું છે.
ઘરમાં કેદ થઈ
દિલોદિમાગ ઉજાગર થયા છે.
સ્નાન કરવા સમયે પોતાના અંગત
વસ્ત્ર જાતે ધોવાના અને પછી
યોગ્ય જગ્યા પર ટુવાલ
સૂકવવા રાખવો એવું
સહકુટુંબ નક્કી કર્યું છે!
ચાલો ઘરના દરેક કાર્ય માં સહભાગી
બની નવા કામ શીખી લઈએ.
પહેલા થોડું પાણી
ચા પતી સાથે ખાંડ નાખી મૂકો પછી નાખો દૂધ!
ચા બનાવતા હું શીખી ગયો છું!
ન્યૂઝ પેપર વાંચી જગ્યા પર રાખવા નો નિયમ
સર્વાનુમતે બની ગયો છે!
બાજુવાળા નિલેશભાઇ વોશિગ મશીનમાં
કપડા ધોવાનું અને પછી સૂકવવા નું શીખી ગયા છે!
હું થોડું થોડું શીખી રહ્યો છું!
તમે શું શીખ્યા?
અનિલ ભટ્ટ