નકામી નહિ વાતો તો દમદાર રાખું છું,
કે શબ્દો ને કલમ બંન્ને ધારદાર રાખું છું.
એકલતાને સથવારે રે'વું સરળ છે,
આંખો પર આંસુનો શણગાર રાખું છું.
છું અતિશય લાગણીશીલ ને નાદાન!
ભલું બીજાનું થાય, તે વિચાર રાખું છું.
નથી કરતો હું વાત ઊંચા અવાજે,
વર્તન વાણીમાં હજું સંસ્કાર રાખું છું.
હશે હવે, મારે શું? અક્ષ એવું બોલે ક્યાં?
અન્યાય સામે અવાજમાં પડકાર રાખું છુ.