#એપ્રિલફુલ
તારીખ તો આજ ફર્સ્ટ એપ્રિલ છે પણ
હુતો વર્ષોથી બનતી આવી મૂરખ એ પ્રેમ છે..
કરી છે ચોખવટ સંબંધમાં એના વેણ છે..
છતાંય મન પાછળ દોડે જે ઝાંઝવુ જળ છે..
મનોવ્યથા ને મારી કંડારી જ્યાં મળી કલમ છે..
આપેલા તુજ દર્દો પર મારા જોને આ મલમ છે..
માંહ્યલું ક્યાંક છુપાયેલું તુજ એક ખેંચાણ છે..
આ "સ્ટુપીડ દિલ" ની તો હરપળ એજ મોકાણ છે...
કાન્હા ને પણ રાધા જોડે જેવું એક વળગણ છે..
"ભાવુ" ને આજીવન લગન એપ્રિલ ફૂલનું નિષ્કારણ છે..