જીવન જીવી લઉં છું
ભીડ જોઇને ગભરાઇ જાઉં છું ,
જો મળે એક પળ એકાંતની ,
તો જીવન જીવી લઉં છું.
નથી જોતા કેહવાતા સંબંધનો સહારો ,
જો મળે અજનબીનું એક સ્મિત,
તો એ સ્મિત થી જીવન શણગારી લઉં છું.
પાસે હોઈ કે દુર ફરક નથી પડતો ,
જો મળે સ્થાન હદય ના નાના ખુણા માં ,
તો ત્યાં ખુશી થી ૨હી લઉં છું.
નથી ફરક પડતો મને ઉંમર નો ,
જો લાગણી થી હમઉંમર બની લઈએ ,
તો ખુશી થી એ પળ જીવી લઉં છું.
- સોનલ પટેલ