31-03-2020
વાહ રે કુદરત જે લોકો રોજિંદા દિવસો માં અમને સંભળાવતા કે.....
" શુ સવાર સવાર માં નિકળી પડો છો માંગવા આગળ જાઓ આગળ"
" પેટ ભરવુ હોય તો કામ ધંધો કરવો પડે કઇક "
આજકાલ એજ લોકો સામે થી અમને શોધવા આવે છે અને મોંહ માં આંગળા નાખી ને પુછે છે...
" તમે જમ્યા ? તમારો પરિવાર જમ્યો ? કેટલા લોકો છે પરિવાર માં ? ચિંતા ના કરશો આ કપરા દિવસો માં અમે તમારી સાથે છીએ અને તમને રોજ જમવા નુ મળી રહે એની વ્યવસ્થા પણ કરેલ છે "
હે ઇશ્વર જરા જુવો સમય બદલાતા માણસો કેવા રંગ બદલે છે. આજકાલ થોડી લાગણીઓ બતાવવા ના બહાને ફોટા પડાવનાર માનવો ને પુછજો કે આ લોકો ના દિવસો તો આવા જ રહેશે તો કાયમ તેઓ આમ જ માનવતા બતાવતા રહેશે ???