વાત કરે છે તેમાં તું શું ખાનગી રાખે છે
મુલાકાત કરે છે તેમાં શું ખાનગી રાખે છે
જીતવા ને જંગ પગલું તો ભરવું પડે
શરૂઆત કરે છે તેમાં શું ખાનગી રાખે છે
ચાહવું કોઈ ને એ કોઈ ગુનો તો નથી
મહોબત કરે છે તેમાં શું ખાનગી રાખે છે
એ હા કહે કે ના કહે એકવાર તો પૂછી જો
રજુઆત કરે છે તેમાં શું ખાનગી રાખે છે
ખુદા ને ખબર છે કે કોણ તારો ખુદા છે
ઈબાદત કરે છે તેમાં શું ખાનગી રાખે છે
#ખાનગી