શિર્ષક:- સંકટ
શબ્દ :- આત્મસન્માન
આજે સંપૂર્ણ દેશ પર પડ્યું છે સંકટ,
સર્વે મળીને ટાળવું આ વિકરાળ સંકટ.
જો કપાય સંપર્ક સાંકળ, તો ટળે સંકટ,
સમજદારી અને સભાનતાથી ટળે સંકટ.
હારવાથી નહીં જાય આ કપરુ સંકટ,
હામ ભીડવી જ રહી, સામે છે સંકટ.
વિજ્ઞાન અને મંત્રશક્તિથી ટળે સંકટ,
હકારાત્મક ઊર્જાથી ભગાવો આ સંકટ.
એક બીજાની મદદ કરીએ આવ્યું સંકટ,
*આત્મસન્માન* જાળવીએ ભલે હોય સંકટ.
પોલીસ, ડોકટરો, ખબરપત્રીને કોટી સલામ,
ખૂબ બજાવે સેવા, ભલે હોય ઘાતક સંકટ.
જાગૃતિ કૈલા.. 🙏🏻