મીત્રો આજે મે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ને મન ની વાત માં એમણે દેશ ને ઘર માં રાખવાં બદલ માફી માંગવી પડી,
મીત્રો આ કેટલો ગંભીર મુદ્દો છે જેમાં આપણા દેશ ના રાજા ને પ્રજા ની માફી માંગવી પડે...!
આ કેટલું યોગ્ય છે એ તમે જ કહો,મીત્રો આપણને આપણો રાજા કહે અને એની પેલા જ આપણે એમના હિત માં કાર્યરત થઇ જોઇએ એ એક પ્રજા કરીકે ની પહેલી ભુમીકા છે,
મીત્રો તમે જેટલા માનો એટલો આ મુદ્દો ગંભીર નથી પણ ગંભીરતા ની ઉપર પણ જો કોઇ શબ્દ હોય એટલો મુશ્કેલ મુદ્દો છે,
હજી પણ ધણા લોકો સમજતા નથી કદાચીત એમને આ સમજવું નહિ હોય પરંતુ બંધુઓ તમારો એક ગેરસમજ પગલું તમારા પરિવાર ને તમારા આસપાસ રહેતા લોકો ની જીંદગી ને બરબાદ કરી નાખશે,
ગઇકાલે રાત્રે હું અચાનક જાગી ગયો અને મારા ઘર ની બાલ્કની માંથી જોયું તો મને વિશ્વાસ નહોતો થતો પણ ચિત્ર અદ્ભુત હતુ,મે મારી બાલ્કની માંથી સરસ મજા ના હરણ ના ઝુંડ ને જોયું અને તેવો રસ્તા પણ ચાલતા હતા બીના કોઇ ભઇ સાથે બીના કોઇ ડરે,અને એમના ઝુંડ માં પણ સોશિયલ ડિસ્ટન્સ ની રીત જોઇને હું તો સ્તબ્ધ થઈ ગયો, મીત્રો એ આટલી આઝાદી થી ત્યાંરે ફરી શકે છે અને જ્યારે આપણે એક ગંભીર બીમારી ના કારણે ઘર પર રહીએ છીએ,
મીત્રો આ બીમારી સંક્રમણ ના કારણે ફેલાઇ છે એક બીજા ના પાસે નજીક આવાથી ફેલાઇ છે,
હુ પણ બધા ની જેમ એક માણસ છુ અને ભારતીય છુ અને તમારા જ નજીક ના શહેર નો છુ અને હુ અને મારો પરિવાર છેલ્લી 20 માર્ચ થી ઘર પર છીએ અને લક્ષ્મણ રેખા એટલે કે ઘર નો ઉમરો લાગંતા નથી,
એનો મતલબ એ નથી કે હું ડરી ગયો છું હું આ ગંભીર બીમારી ના સકંજામાં ના આવું એટલે ઘરે છું,પરંતુ જેમ કે મે અગાવ કિધું એમ કે આ બીમારી એક માંથી બીજા ને બીજા થી ત્રીજા એમ કરતા કરતા આની ચેઈન વધતી રહે છે અને હું એવું કદાપી નથી ઈચ્છતો કે મારા લીધે આ બીમારી મારા ઘર થી મારી સેરી અને સેરી થી શહેર સુધી પહોંચે માટે હું ઘર પર રહીને ને મારી અને મારા પરિવાર થી માંડીને બધાં માટે ઘર પર રહું,
હું એ તમામ ફોર્સ નો આભાર માનું છુ જે એમની ચિંતા કર્યા વગર દિન રાત દેશ ને સેવા આપે છે અને હું એ તમામ મારા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો નો દિલ થી આભાર માનું છુ કે આવડી મોટી આફત માં તેઓ દેશ ને બચાવે છે,અને તે તમામ દાતાઓ જેમણે એમના દિલ ખોલીને દેશ ને દાન કરે છે અને આર્થિક મદદ કરે છે,
તો આવો આપણે સહુ સાથે મડિ ને ઘર પર રહિ ને દેશ ના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ અને આશા કરીએ માઁ ભગવતી કે જેના નૌરતા ચાલે છે તો એક ગઢવી ના દિકરા તરીકે માઁ ને પ્રાર્થના કરું છું કે તારા દેશ ને બચાવવા આબાદ રાખવાં હવે તુ આગળ આવજે માઁ....
સ્વાસ્થ્ય ની એક માત્ર ચાવી એ જ કે તમે ઘરે રહો,અને તમે અને તમારા પરિવાર તેમજ દેશ માં ચાલતા કોરોના વાઈરસ ની ચેઇન ને તોડિએ...
#password