29-03-2020 સેલ્ફ કોરેન્ટાઇન
આ શબ્દને ગુગલ કરો તો ગુજરાતીમાં આવે "સ્વ સંસર્ગ નિષેધ" એટલે કે પોતાની જાતને એકલામાં રાખવી અને કોઇપણ ના સંપર્ક માં ના આવવુ.
આજકાલ કોરોના ની મહામારી માં આનો ઉદેશ્ય ચેપ આગળ ના ફેલાય એ માટેનો છે. જોકે સ્ત્રીવર્ગ માટે આ સેલ્ફ કોરેન્ટાઇન શબ્દ કોઇ નવો નથી. પોતાના માસિકધર્મ નો ચુસ્તપણે પાલન કરતી ગામડા ની સ્ત્રીઓ તો દર મહીને ત્રણ દિવસ માટે સેલ્ફ કોરેન્ટાઇન થાય જ છે એ પણ ખાલી એક ખુણા માં બેસી ને. બસ ખાલી ફર્ક એટલો જ છે કે તેઓ ચેપ નથી ફેલાવતા. જોકે દરેક પુરુષવર્ગ ને આનો ખ્યાલ આવ્યો હોય કે ના આવ્યો હોય પણ મને આનો ખ્યાલ આજે આવ્યો કે પોતને એક ખુણા માં લોકડાઉન કરવા થી કેવુ અનુભવાય.
મને યાદ છે ઘણા વર્ષો પહેલા નવરાત્રીમાં એક ઈચ્છા થઈ હતી કે જો યોગ્ય મોકો મળે તો નવરાત્રી માં નવ દિવસ અનુષ્ઠાનમાં બેસવું છે અને "એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર" (1,11,111) ગાયત્રી મંત્ર કરવા છે. સદભાગ્યે ચૈત્રી નવરાત્રિ પણ આ સમયગાળામાં જ આવી જ્યારે જનતા કરફ્યુ આપવામાં આવ્યો. નવરાત્રિ ના આગળ ના જ દિવસે જનતા કરફ્યુ માં ઓફિસ નુ શટર બંધ કરીને કામ કર્યુ તો ખ્યાલ આવ્યો કે કદાચ અનુષ્ઠાન ચાલુ તો કરી દઈશ પણ પુર્ણ નહી કરી શકુ કેમકે સરકાર ના આદેશ વિરુદ્ધ જતા લોકો કે ઓફિસવાળા ને સમજાવી ને કઇ ફાયદો ના થઇ શકે તો આખરે વિચાર પડતો મૂકયો. (જેનો અફસોસ હવે મને રોજ થાય છે) હવે અનુષ્ઠાન નો વિચાર બાજુ પર મુકી અને મળેલી રજાનો સદ્દઉપયોગ કેમ કરવો એ વિચાર મન માં આવતા જ થયુ કે આખો દિવસ ફેમિલી સાથે રહીને ફેમિલીને સમય આપું છું અને બહાર "ના" નીકળી દેશની સેવા પણ કરું છું તો પણ હજુ જે વધારા નો સમય મળે છે તેમાંથી થોડો સમય પોતાના માટે ખર્ચ કરીએ તો પણ કોઇ વાંધો ન આવે. બસ આ વિચાર સાથે જ સફળતાપૂર્વક પુરા કરેલા 5 દિવસો માં શરુઆત અધૂરી રહી ગયેલી "ક્રિષ્ણયાન" ને વાંચી ને પુરી કરી.
આ જનતા કરફ્યુ માં જનતા પોતાને ઘર માં જ અરેસ્ટ કરી દેતા દેશ સેવા પણ થઇ ગઇ અને આટલા દિવસ પરિવાર સાથે રહેવા ની ઉત્તમ તક પણ મળી ગઇ. જોકે જે લોકો કાયમ કહેતા હોય કે "મારી પાસે ટાઈમ નથી" એ લોકો માટે આ સમય આકરો પણ અનેક પ્રવૃત્તિઓ ની સાથે સાથે પોતાને ઓળખવાનો અને ભવિષ્ય નુ પ્લાનિંગ કરવાનો ઉત્તમ સમય હતો. હવે નવલી નવરાત્રી માં જ થર્ડ સ્ટેજ ચાલુ થયો છે તો એક આશા એ પણ બંધાય કે નવરાત્રી માં જ કોરોના ની પુર્ણાહુતી પણ થાય તો સારુ પણ આગળ ના દિવસો જનતા માટે ઘણા કપરા બનશે એ પણ એક ચિંતાજનક બાબત તો કેહવાય જ. ચિંતાજનક એટલા માટે કેમકે.....
વીસ-ત્રીસ દિવસ સુધી રોજિંદી જરુરિયાત નુ ઉત્પાદન ના થાય તો અછત ની ચિંતા
અછત સર્જાય તો કાળાબજાર અને ભાવવધારો ની ચિંતા
પોતાના વતન પાછા ફરી ગયેલા શ્રમજીવી ના અભાવ ની ચિંતા.
સરકારે મહામારી પાછળ કરેલા ખર્ચા ની વળતર જનતા પાસે કેવી રીતે વસુલશે તેની ચિંતા.
( ટુંકમાં કોરોના જતાં જતાં શુ શુ કરાવશે તે તો હવે જોવુ જ રહ્યું)
🙏ઘર માં રહો / સલામત રહો🙏