વારાહી થી વારે થયા માં "વેરાઈ", થઇ પાડે સવાર
સોલંકી કુળ ની કુળદેવી માં તારી જય જયકાર
મોરાગઢ થી માં મોમાય આવ્યા, થઇ સાંઢણી સવાર
સીસોદિયા કુળ ના કુળદેવી માં તારી જય જયકાર
માતાના મઢે માં આશાપુરા છે બિરાજમાન
ચૌહાણ કુળ ના કુળદેવી માં તારી જય જયકાર
ચોટીલા થી માં ચામુંડા ઊતર્યા, થઇ સિંહ સવાર
માનાણી કુળ ના કુળદેવી માં તારી જય જયકાર
ગબ્બર થી માં અંબાજી ઊતર્યા, થઇ વાઘ સવાર
ગબ્બર ના ગોખ વાળી માં તારી જય જયકાર
વાગડ દેશ ના રવે માં રવેચી છે બિરાજમાન
વાગડ દેશ ની દેવી માં તારી જય જયકાર
માળી સમાજ ના રક્ષક ડાડા ખેતરપાળ
"વિનોદ" કરે નમન હાથ જોડી, ડાડા તારી જય જયકાર
કચ્છ દેશ ની દેવી માં આશાપુરા, ધર્યો અર્ધ અવતાર
ભક્તો પર રહેતા આશિષ તારા, કરે સૌ નો ઉધ્ધાર
મહિસાસુર માર્યો, ભસ્માસુર માર્યો માર્યા અસુર હજાર
માં તારી સામે "કોરોના" જેવા વાયરસ ની શું વિસાત
"વિનોદ" કરે બે હાથ જોડીને વિનંતી તમને
"કોરોના" વાયરસ નો પણ કર સંહાર
🙏🙏🙏જય માતાજી 🙏🙏🙏