રુકમણી અને સત્યભામા બન્નેનો સમન્વય, મળી છે એવી ભાર્યા તો પણ, રદય તારું કા રાધા માં અટવાયું કરું છું વીચાર ત્યારે એ કાન્હા તું યાદ આવે ,શું જરુર હતી તારે આ પ્રેમ નામનું આવું ધાતક સસ્ત્ર તે બનાયું, હોય જીવન સુંદર તોય જેર જેવું લાગે, રાધા ના સાથ વીના કા બધું અધુરું અધુરું લાગે, જયારે જોઉં એ ત્યાગની મુરતની આખોમાં અપાર પ્રેમને સમર્પણ તો ખુદને કસુરવાર પામું, કોને છોડું કોને પામું. એક તરફ કર્તવ્ય અને એક તરફ પ્રેમ કાન્હા, કેવી રીતે તારા માર્ગ પર ચાલું? તુ તો છે ભગવંત હું ભલે સામાન્ય માનવજાત, પણ બન્ને મને તો એ ભગવાનજ માને,