એ સહન શીલતાની મુરત તને સો સો વંદન , વિચારું છું તું કેવીરીતે સહન કરી લે છે? એ જુદાઈ ના જેર સમા ઘૂંટડા, એ મૈયરની મમતા, એ સહીયરોનો સાથ, એ બચપનનો એ જમાનો, એ તારી ખુમારી, કેટલું કેટલું તું છોડીને, કેવી રીતે ખુશ રહે છે, સાસરિયાંમાં તું ભળે જાણે દુધમાં ભળે સાકર ,પછી હોય સાસરીયામાં ત્રાસ, વાહ રે ધન્ય છે તને, બસ પતિમાંજ તારે તો વસ્યું સધળુ વીશ્વ. વંદન કરવાનું થાય મન જયારે જયારે નીરખું હું તને.