દવાઓ પણ દર્દ હવે કાંઇ ઓછું કરતી નથી,
દુવાઓ પણ હવે ઉપર કોઈ સાંભળતું નથી..
થશે ન્યાય થશે ન્યાય એ રાહમાં બેઠો છું,
હવે આ અન્યાયનો ન્યાય પણ કોઈ કરતું નથી..
શૂન્ય છું, શું શૂન્ય જ રહીશ ?
આ શૂન્ય આગળ કોઈ બીજો આંક મૂકતું નથી..
સાવ ખાલી થઇ ગયો છું રોઈ રોઈ,
આ આંખમાં હવે કોઈ સ્વપ્ન ઉમેરતું નથી..
✍️મરીચિ