શહેરવાળાઓએ વિદેશથી આવેલા લોકો સામે લાલ આંખ કરી તો,આ બાજું ગામડાવાળાઓએ શહેરવાળાઓ સામે લાલ આંખ કરી.😈
હિસાબ બધા સાથે થાય છે 😀
ગામડાવાળા:
ખબરદાર જો અહીં આવ્યાં છો તો 😀
_______________________________
શહેરમાં સ્થાયી થયેલા લોકો આમ ગામડે ના જાય પણ મજબૂરીમાં ગામડે જાય ત્યારે ગામડા વાળા રમૂજમાં શું કહે છે સાંભળો.
એક અછાંદસ
⏬
બહુ શહેર શહેર કરતા હેં ને !
હવે, ગામડું યાદ આયું હેં ને !
આમ તો આવતા જ ન્હોતા,
બહુ વ્યસ્ત છું,કહેતા'તા હેં ને !
મોતે ડરાયા, તો દોડતા આયા
પાછું વાળી ન્હોતા જોતા હેં ને !
શહેરમાં,પાડોશી પૂછતો ત્યારે
કહેતા,ગામડેથી આયા છે હેં ને !
આમ તો શહેરના સપના જોતા
સપનામાં હવે ગામ આવે છે હેં ને!
પગ વળે તો, પેટ તરફ જ વળે
હવે વતનની મા યાદ આયી હેં ને !
~પ્ર વી ણ ખાં ટ 'પ્ર સૂ ન ર ઘુ વી ર'