રચના...જાઉ છું...
કટું બોલ તારા ગળી જાઉં છું,
ને અંદર ને અંદર બળી જાઉં છું.
ડુબાડે મને સો સમય જોઈને,
ગમે તે કરો હું કળી જાઉં છું.
ખબર છે મને કે નથી ત્યાં તમે,
છતાં હું ખ્વાબમાં કાં ઢળી જાઉં છું?
આમ કારણ વગર દ્વાર સુધી ગયો,
મનોમન પછી, કાં વળી જાઉં છું?
કહે લોક ઈશ્વર નથી ક્યાંય પણ,
હું તો મારી અંદર મળી જાઉં છું.
.. નીતા પટેલ "નવલ"