#પૂર્ણ
અપુર્ણ છે , અસ્તિત્વ તારા વિના,
જેમ રાધા અધુરી છે શ્યામ વિના;
પ્રાકૃતિક જીવન , ગુણો માં માયિક,
અપુર્ણ છે બધું, ચૈતન્ય પ્રકાશ વિના;
એક માં થી અનેકવિધ વ્યાપી ગયો,
પરમાત્મા લાગે, અધુરો પ્રકૃતિ વિના;
રસમય છે ગુણોનુ આસ્વાદન જગત,
આનંદ અપુર્ણ છે,ત્યાગ વૈરાગ્ય વિના;
પ્રેમ સહિષ્ણુતા ત્યાગ સ્વરૂપ માણીએ,
અધુરો જીવ અપરોક્ષ અનુભૂતિ વિના;