#પૂર્ણ
યુગલ સ્વરૂપે પુરુષ પ્રકૃતિ પુર્ણ છે ,
દેહધારી ચૈતન્ય જીવાત્મા પુર્ણ છે;
ઈચ્છા છે પામી લેવાની અપુર્ણતા ,
માયિક પદાર્થ સંસાર એ અપુર્ણ છે;
મન બુધ્ધિ ઈન્દ્રિયો માં રાચતા રહી,
યુગલ સ્વરૂપે , નર નારી અપુર્ણ છે;
પ્રેમ સહિષ્ણુતા સ્વરૂપ ,ત્યાગ મય,
શરણાગતિ માં વિતરાગી જ પુર્ણ છે;
અનંત કાળ માં, આનંદ સ્વરૂપ નીજ,
ચૈતન્ય વિલાસ આત્મચેતના પુર્ણ છે
======================