#પૂર્ણ
પુર્ણ ચૈતન્ય સ્વરૂપ છે અસ્તિત્વ છે,
પુર્ણ આનંદ સ્વરૂપ એ અસ્તિત્વ છે;
બાંધી ચૈતન્ય વિલાસ માયિક પદાર્થ માં,
અપુર્ણ બ્રહ્માંડ બન્યું, અંસ્તિત્વ છે.
અધૂરપ અનુભવાય છે, ઈચ્છા તૃષ્ણા,
ત્યાગીને જૂઓ જરા, પુર્ણ અસ્તિત્વ છે;
રાગ દ્વેષ ઈર્ષા અને ગુણો માં માયિક,
સભ્યતા સંસાર ની અપુર્ણ અસ્તિત્વ છે,
આનંદ સહજ સુખરાશી સ્વાભાવિક,
ચૈતન્ય સ્વરૂપ આત્મા પુર્ણ અસ્તિત્વ છે.
=========================