ઇરાન દેશને કોણ નહીં જાણતું હોય!
ખનિજ તેલ માટે એક નાનકડો પરંતું ઘણો એક શકિતશાળી દેશ ગણવામાં આવેછે...
ચીન, ઇટાલી પછી ઇરાનનો નંબર આવેછે કે ત્યા ઘણા જ લોકો કોરોના વાયરસથી ટપ ટપ મરી રહ્યા છે કોઇ દુકાનના દરવાજે તો કોઇ રેલવે સ્ટેશન બોકડે બેઠા બેઠા તો કોઇ રોડ ઉપર ચાલતા ચાલતા..!
બીજા ઘણા લોકો આજુબાજુ ચાલતા અવરજવર કરી રહ્યા છે પરંતું કોઇ તેઓની સામે જોવા પણ તૈયાર નથી હોતું, મદદ તો દુરની વાત છે પણ જાણે કે તેઓ માણસ જ ના હોય! જાણે તેઓ કોઇ પ્રાણી હોય તેવો ત્યા વહેવાર થતો જોવા મળે છે.
સૈ કોઇ આજ પોતાની સલામતી જુએ છે કોઇ કોઇની પરવા કરતું નથી! કારણકે તે વ્યકતિ કોરોના વાયરસથી પીડીતછે માટે!!!
બીકને મારે, ડરને લીધે!
સૈને જીવ વ્હાલો હોય તે સ્વાભાવીક છે પરંતું આટલી બધી તે માણસ ઉપર ધ્રુણા તે આજ આવી કપરી સ્થિતીમાં જોઇ શકાય છે. આવા ઘણા પીડીત લોકો ઉધરસ ખાતા ખાતા રસ્તાઓ ઉપર જઇ રહ્યા છે ત્યારબાદ એક દમ તેઓ ગમે ત્યાં ને ત્યાં ઢળી પડે છે...
મદદ માટે તેઓ બુમો પાડેછે, લોકો સાંભળે છે પણ ખરા પણ એક નજર મારીને પોતાની નજર હટાવી લેછે જાણે તેમને કંઇજ જોયું નથી! આમ તેમને તેમની આવી પરિસ્થિતિ ઉપર છોડીને લોકો ચાલ્યા જાયછે.
કોઇને મરવું ગમતું હોતુ નથી જો આજ કોઇ પરિવારમાં આવો જ કેસ કોઇ બને તો કોઇ તેની નજીક જશે નહીં, ના પાણી આપશે કે ના કોઇ તેને ચીજ આપશે..કારણકે આ વાયરસથી લોકો ખરેખર ડરી ગયાછે...આપણા ભારતદેશમાં એક માનવતા ધર્મ પણ રહેલો છે તે ધર્મ ને આધારે જ કોઇ ને કોઇની મદદે અવશ્ય આવેછે જ્યારે બીજા દેશમાં પરિસ્થિતિ ઘણી જ અલગ હોયછે!
હમણાં એક ટીવી સમાચારમાં વળી પાછું એવુ જોવા મળ્યુ કે એક દેશમાં વાયરસના ચેપી દર્દીને ગોળી મારી દેવામાં આવેછે!!!
ભૈ આવું કેમ! શું એ માણસે પોતે માંગેલો કે મને વાયરસ થાય!!
બિમારી તો નસીબે આવવાની જ છે પછી તે કોઇ મોટો નેતા કેમ ના હોય..માનવ શરીર છે માટે આવી તકલીફો તો રહેવાની કોઇ સાજુ થાયછે તો કોઇ મરણ પામેછે.
એટલે જ આપણે પોતે જ આ બાબતે ઘણી કાળજી રાખવાની જરૂર છે.આથી આ બાબતે આપણે કોઇની ઉપર નિર્ભય રહેવું નહી....
આપણે સલામત તો સૈ સલામત.