સન્નાટાનાં શહેરમાં હુંફ વહેંચું છું;
ભલેને દૂર હોય તું,પ્રેમ વહેંચું છું!
ગણી લેજો શબ્દો વડે સાથ વહેંચું છું;
તન્હાઈમાં લગાવની હામ વહેંચું છું!
નથી એકેય દેશવાસી અળગો સે'જે,
ખંભે સૌના સમાન સો ભાર વહેંચું છુ!
સલામી એ બધાંય સેવા કર્મઠો ને છે;
ન ઝાઝુ કાંઇ કહીશ,આભાર વહેંચું છું !
પ્રભાતો સોણલાંય હો!આશ વહેંચું છું;
સમૃધ્ધિથી ભરેલ એ કાલ વહેંચું છું!
-દેવાંગ દવે ©
#Thanks_Giving ..!!! 💞