આમ અણધાર્યા આપ સમીપ સચવાતા રહ્યા,
સ્નેહની સરવાણી તારા ભીતરમા વરસી રહ્યા છે,
કાજળ કાળા નયનોમા છવિ વિસ્તારતા રહ્યા,
ફરેબ દિલ તારુ અંતઃ મુજમા વસવસુ રહ્યુ છે,
પાંપણના ઉઝરડા અશ્રુ ઉતારી સરીતા લ્હેરતી
નયન નેહથી સહેજ આઘા ખસતા કરી રહ્યા છે,
નજદિક હતા જેટલા અંતરના ઓરતાથી અધિક,
સ્નેહની સરવાણીને સળગતી ઓલવી રહ્યા છે,
ભટકતી એ યાદોના ઝુમખાને કેમ અમે વિસરાવશુ,
યાદોના જામ પ્યાલા પુરા ભરી ફરેબ બની રહ્યા છે,
ધગધગતા અંગારામા રડતા કરી એકલા મૂકી દિધા,
વચનનોના માળા બાંધી સગી પાંખે ઉડી રહ્યા છે,
દિલના સો અરમાનો બાંધી દિધી સ્નેહની સરવાણી,
ફરેબ બની કેમ કાળજાને હવે એ ચીંધી રહ્યા છે,
-વિજય__vp❤