રૂપેરી સવાર💐
---------------
રૂપેરી સવારનો જોને સોનેરી તડકો..
રૂપેરી સવારનો જોને સોનેરી તડકો..
જોઈને ડેલીએ પેલો રણકયો કૂકડો..
એવું એક કિરણ બારીમાં અથડાતું..(2)
ચાદર સોનેરી નિજ આંગણે ફેલાવતું..
ને તેજ કૂપણનું સહેજ શરમાંતું..(2)
જોઈ લાલિમા મુજ મુખડું મલકાતું..
ચંદ્રની એ શીતળતા ઝાંખી પડતી..(2)
જોઈ સોનેરી સવાર શીતળ મૃદુ પ્રકૃતિ..
હૂંફ મુજ મનને અતિરેક વળતી..(2)
નિહાળી સૌંદર્ય અપ્રિતમ ટાઢક વળતી..
કળી મહી કોમળ ફુલડું જો ખીલતું..(2)
જોઈ એ લીલા "ભાવુ " પતંગિયું હરખાતું..
ભાવના (ભાવુ) જાદવ..