વાત જો મારા દિલની એનું દિલ કળે,
લાગે જાણે પ્રીતની ભાષા બરાબર મળે.
થાકું જ્યારે આ દુનિયાદારીની રીતથી,
થોડી નિરાંત પામું એવું એના હૃદયે ઘર મળે.
Shefali
દિવસ આખાની કરવાને ઢગલો વાતો,
પ્રીતમમાં જ મને એક સખાનું સગપણ મળે.
નથી કોઈ ખાસ આશ કે પછી કોઈ પ્યાસ,
બસ લાગણીનો વ્યવહાર કાયમ ધરખમ મળે.
નહીં હોય ઈશ કે નહીં હોય કોઈ અવતાર,
તોય મારી ઈચ્છાનો છેડો ત્યાં જ હરદમ મળે.
#બરાબર